જેટલો પ્રેમ તને કર્યો એનો અડધો પ્રેમ પણ જો મે મારી જાત ને કર્યો હોત તો અત્યારે બહુ આગળ પહોંચી જાત...
જેટલી કાળજી તારી રાખી હતી એટલી જ સંભાળ બીજા સંબંધો ની પણ રાખી હોત તો આજે સાવ આમ એકલવાયા પણું ના હોત...
જેટલા જપ તપ તારા માટે કર્યા એટલા જ જો માતા પિતા માટે કે ભાઈ બહેન માટે કાર્ય હોત ને તો એ સંબંધો વચ્ચે આટલી ખાઈ ના આવી હોત...
ખેર જવા દે તને શું સમજાવાનું જેને પોતાના જ સ્વાર્થ ખાતર પોતાના જ લોકો ની પીઠ પાછળ ખંજર માર્યું હોય...