નુકસાન તો ભોગવી ચૂકયા છીએ,
એકલા રહેવાની જે આદત, ખોઇ ચૂક્યા છીએ.
તમે ઉપાડયા કાંધે એવા,
જાતે ચાલવાની જે આદત, ખોઇ ચૂક્યા છીએ.
ખોવાઇ ગયા તમારા વિના,
સાનભાન રાખવાની જે આદત, ખોઇ ચૂક્યા છીએ
યાદોની કમાણી આપી ! પણ તમ પડખે
રહેવા, સહી કરવાની જે આદત, ખોઇ ચૂક્યા છીએ.
-વર્ષા શાહ
#નુકસાન