અરમાનો ઘણાં નુકશાનમાં ગયા,
તમે વાત જ્યારે નફાની કરી...
હસતાં તો કહી દીધું હા હો!
પણ ભરી આંખો માંથી ધાર સરી...
તમે મસ્ત મીજાજી પુરા જોશમાં,
કેટલાય સપનાઓ ની વાત કરી....
જરા અહિંયા તો પુછો કેવા હાલ છે,
પુછો તમે વાત કેવી ખરી કરી...
આ'તો હસતાં સાંભળી લીધું બધુ,
બાકી ભાવનાઓ જાતી કંઈક કરી...
#નુકસાન