આપણા માં સજોડે જાત્રા કરવા નું ઘણું. મહત્વ છે પણ ક્યારેક સમસ્યા ને કારણે એકલા જાત્રા કરવા નું થાય તો મારી જેમ જાત્રા માં દર્શન કરી લો;
સજોડે નાગેશ્વર જાત્રા દર્શન
_____________________
તને એકલી મૂકી હું નાગેશ્વર જાવ છું, ચાલ મીઠો ઝગડો કરી લઈએ હવે,
આજ નાં સમયની રીત છે એવી,ઝગડા માં જ પ્રેમ કરી લઈએ હવે
પૂછો મધુ મખ્ખી ને , ડાળી ઓ પર અનેક કંટકો છતાં ફૂલો ને કેવા હરી લઈએ અમે,
તું આસમાન માં,હું જમીન ઉપર છતાં ઢળતી સંધ્યાએ કેવા મળી લઈએ અમે,
નથી બાગ માં ફરવું , આમ જ જીવન જીવી લઈએ હવે,
તું જ સુવાસ ની સુગંધ થી ગુલાબો ની મહેક સૂંઘી લઈએ અમે,
તું દેવો ની તહેનાત માં , હું સંસાર ની દોડધામ માં, આપણે ઉપાડેલી ફરજો,
ચાલો આમ જ પુરી કરી લઈએ હવે,
તું સપના માં આવી જજે,હું કલ્પના મા જોઈ લઈશ તને,
તું જ નજર ને મુજ આખો માં પાથરી,
પાર્શ્વપ્રભુ ને નમી લઈએ હવે.
-- Jayvant Bagadia
https://www.matrubharti.com/bites/111505101