બાળપણ
મોટા થયા પછી આવે છે,
તારી બહુ યાદ.....
કયાં ગયુ મારૂ બાળપણ....?
નાના હતા ત્યારે ,
હતી મોટા થવાની આશ,
હવે આવે છે તારી યાદ,
કયાં ગયુ મારૂ બાળપણ?
હસતાં ને રમતાં,
પડતા ને આખડતા,
કયા વીતી ગયો સમય,
ખબર જ ન રહી.
હવે બસ યાદ કરીને
આંખો ભરાઈ જાય છે,
કયાં ગયુ મારૂ બાળપણ?
હજી યાદ આવે છે,
અડકો-દડકો ને પકડાપટ્ટી
ખો-ખો સાથે સંતાકૂકડી.
એક પળ મા રીસાવુ ને,
ચોકલેટ જોઇ ને માની જવુ.
કયાં ગયુ મારૂ બાળપણ?
વરસાદ આવવાની સાથે,
ન્હાવા કરતા શાળાએ,
ન જવાની મજા.
રવિવાર પુરો થતા જ,
લેશન ન કર્યાની સજા.
ક્યા ગયુ મારૂ બાળપણ?
હી.. હી... અને હા.. હા..
સાથે પકડી એકબીજા નો હાથ,
બહેનપણી સાથે આવી જતી,
જલ્દી ઘર ની વાટ.
કયાં ગયુ મારૂ બાળપણ?
Nilam Monik Vithlani
એ બાળપણ તારી નિર્દોષતા,
ને મસ્તી ભરી વાત.
યાદ આવતાની સાથે જ,
ભીંજાઈ જાય છે મારી આંખ .
કયાં ગયુ મારૂ બાળપણ?
ભીની આંખે આવે છે તારી યાદ.....