ગીતા ૨-૪,૫,૬,૭,૮,૯,૧૦.
अर्जुन उवाच
कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन।
इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन॥
गुरूनहत्वा हि महानुभावा-
ञ्छ्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके।
हत्वार्थकामांस्तु गुरूनिहैव
भुंजीय भोगान् रुधिरप्रदिग्धान्॥
न चैतद्विद्मः कतरन्नो गरीयो-
यद्वा जयेम यदि वा नो जयेयुः।
यानेव हत्वा न जिजीविषाम-
स्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः॥
कार्पण्यदोषोपहतस्वभावः
पृच्छामि त्वां धर्मसम्मूढचेताः।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्॥
न हि प्रपश्यामि ममापनुद्या-
द्यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम्।
अवाप्य भूमावसपत्रमृद्धं-
राज्यं सुराणामपि चाधिपत्यम्॥
संजय उवाच
एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप।
न योत्स्य इतिगोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह॥
तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत।
सेनयोरुभयोर्मध्ये विषीदंतमिदं वचः॥
ભીષ્મ અને દ્રોણ બંને અર્જુન માટે પુજનીય છે તેનુ કારણ તો દેખીતું હતું જ...તેઓ બંને પણ આ વાત જાણતા હતા. ઉપકાર નો ભાર ઉતારવા માણસ બધું કરી છુટે છે કારણકે અંદરખાને એ અહં પરનો ભાર છે.પછી અર્જુન પાછો કહે છે કે આના કરતાં તો ભીખ માંગવા મા સારુ છે. અહં જ્યારે ઝુકે છે ત્યારે તે અતિ ની જ વાત કહે છે,કોઈ રાજા માથી ભિખારી બનવા જેટલું નિચ કર્મ કોઈ નથી.
અર્જુન અહીં સંશયો કરે છે કે આખિર યુદ્ધ કરવું કે નહીં.જયારે કોઈ કહે કે હું તો તમારા ચરણો ની રજ છું ત્યારે તેમની આંખો મા જોવું, ખરેખર તો એ સ્વાભાવિક રીતે સ્વામી બનવાની શક્યતા પ્રસ્તુત કરે છે.અહં આવા ઘણા વ્યુહ કરે છે. વધારે માહિતી જોઈ તો ડેલ કાર્નેગી ને વાંચો તે અર્જુન ને જ રજૂ કરે છે.