અદફ વાળી સાવધાન ઊભો છું,
સમયનું સૂચક, છતાં અવધાન ઊભો છું.
મારી જ પીઠમાં ખંજર ભોકશે,
ખબર છે, છતાં સામી છાતી ઊભો છું.
ફૂલ જેમ મહેકશે સબંધો લાગણીના,
આશા હતી, છતાં નિરાશ ઊભો છું.
તું અજાણ બાગ નું ફૂલ છે,
તું ખીલ, હું રખેવાળ થઈ ઊભો છું.
હાથ ઝાલીને લઈ જઈશ,
હું શત્રુ નથી, તારો સ્વજન ઊભો છું.
દાગ નહી લાગે તારા પવિત્ર આંચલને,
નિશ્ચિંત રેહજે, હું ખડે પગે ઊભો છું.