જીવવું છે તારી જોડે જીવનનાં અંતિમ ક્ષણ સુધી
એટલે જ તો સાવધાની રાખવી છે....
હસવું છે તારી જોડે જીવનનાં દરેક પડાવ પર ઘણુ બધુ,
એટલે જ તો સાવધાની રાખવી છે.....
બિન્દાસ થઈને ફરવું છે તારી જોડે દરેક પળમાં,
એટલે જ તો સાવધાની રાખવી છે.....
નથી જોવી મારે આંખોમાં આવતી ભિનાશને,
એટલેજ તો સાવધાની રાખવી છે...
તારા જીવનનો સૌથી સરળ અર્થ બનવો છે,
એટલે જ તો સાવધાની રાખવી છે.....
રાજેશ્વરી
#સાવધાની