પ્રકૃતિ/Nature સાથે વાર્તાલાપ
જોયા છે જેણે જીવનમાં સુખદુઃખ,
એ વ્યક્તિ ને હતાશા કેવી?
જો ન હોય કોઈ વાત સાંભળવા કે સમજવા,
તો પ્રકૃતિ ને કહી દો વાત તમારી,
કહું છું મારા અંગત અનુભવથી,
કે ભલે કોઈ ન સાંભળે વાત તમારી,
પણ પ્રકૃતિ ચોક્કસ સાંભળશે વાત અને જો આપશો ધ્યાન તો એવું લાગશે જાણે તે સામે જવાબ આપી રહી હોય,
આપણી સમસ્યાનાં ઉકેલ મિત્ર કે કોઈ પાસે હોય કે ન હોય,
પણ પ્રકૃતિ પાસેથી મળી રહેશે તમામ જવાબ,
હતાશા નો એકમાત્ર ઉપાય એટલે પ્રકૃતિ પાસે બેસવું!