Gujarati Quote in Funny by Hardik Pandit

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણીવાર આપણા માટે આવક અને ખર્ચા વચ્ચે સંતુલન જાળવી રાખવાનું મુશ્કેલ બની જાય છે. આવક ની સામે ખર્ચ વધારે થાય એટલે આપણાં bank balance ની સાથે ક્યારેક આપણું બેલેન્સ પણ બગડી જાય અને આપણામાંથી ઘણાં તો ચક્કર ખાઈને પડ્યા પણ હશે.

એમા પણ જ્યારે પુરુષ ને ચક્કર આવે ને તો ૧૦૦% ખુશખબર તો ના જ હોઈ શકે. એક વાત તો ચોક્કસ છે કે પુરુષ ના કોઈપણ પ્રકારના ચક્કર હોય ને ત્યારે તેમની ઘરવાળી નું blood pressure ચોક્કસ થી high થઈ જાય. ક્યારેક સાથે સાથે પારો પણ high થઈ જાય અને તે સમયે પતિ નું blood pressure low થવાની સંભાવના વધી જાય છે. પછી એ બન્ને ના સંબંધો માં બેલેન્સ રાખવુ અઘરુ થઈ પડે છે.

કોઈ નવયુવાન ને પહેલી job ના પહેલાં પગાર માં થી ઘરમાં કેટલા રૂપિયા આપવા, girlfriend ને કેટલાની ગીફ્ટ આપવી અને પોતે કેટલા બચાવીને રાખવા, આ બધા નુ બેલેન્સ રાખવુ પણ મુશ્કેલ પડે છે. અને ખાસ દોસ્તો ને પાર્ટી આપવાનું બજેટ તો પાછુ અલગ. ઘડીભર તો એવું જ થાય કે આના કરતાં તો કોલેજમાં હતો તે જ સારુ હતુ.

માબાપ જ્યારે બાળકોને મોટા કરે છે ત્યારે ક્યારેય તેઓ bank balance ઓછું થવાની ચિંતા નથી કરતા. પણ એજ બાળકો ને જ્યારે માબાપ ને સાચવવાનો સમય આવે ત્યારે તેમને ઘરડા માબાપ ની નહીં પણ પોતાનું bank balance ઘટી જવાની ચિંતા થવા લાગે છે.

આપણાં દેશની ચુનાવી પક્ષો પોતાની પાર્ટી માં ગુનેગારોને ભરતી કરવામાં સહેજ પણ શરમ નથી અનુભવતા. કેમ કે એમને દેશ ના હીત કરતા પોતાની સત્તા ના પાયા ના હલી જાય તેની ચિંતા હોય છે. આંતરીક હિત સાચવવામાં ભલે ને પછી દેશ નું જ બેલેન્સ બગડી જાય.

#સંતુલન

Gujarati Funny by Hardik Pandit : 111500084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now