છેલ્લાં અમુક વર્ષો થી 'Work and Personal Life વચ્ચે balance' શીખવવા માટે ના videos, seminar અને હાલમાં તો webinar બહુ ચલણ માં છે.
Work and Personal Life વચ્ચે balance ની વાત હોય કે પછી લાગણી ના balance ની વાત, આપણા દેશના સૈનિકો થી વધારે સારું કોણ સમજી શકે અને કોણ કરી શકે?
Border પર હંમેશા alert રહેવું, દરેક કામ નિયમિત અને મન લગાવીને perfection સાથે કરવા. સમય આવ્યે દુશ્મન સાથે બાથ ભીડવી.
પરિવાર થી દૂર રહી ને પણ તેમની સાથે હિમ્મત, પ્રેમ અને લાગણીની આપ-લે કરી ને તેમના દિલ ને પણ રાજી રાખવા. જ્યારે રજા પર ઘરે જાય ત્યારે પણ તેમની સામે જવાબદારી નું લાંબુ લીસ્ટ હોય છે.
પરિસ્થિતિ સારી હોય કે ખરાબ હોય કે પછી અતિશય મુશ્કેલ, આપણા દેશની ત્રણેય પાંખ ના જવાનો ની કામગીરી સદાય ઉત્તમ રહી છે. વાર-તહેવાર, દિવસ-રાત, ખુશી કે દુઃખ, રણ હોય, આકાશ હોય કે દરિયો, તેઓ દેશની સુરક્ષા માટે હંમેશા હાજર અને તત્પર હોય છે.
#સંતુલન