Gujarati Quote in Religious by Ketan Vyas

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગવાન શ્રીકૃષ્ણ પાર્થને કહે છે -

'श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्र्चला।
समाघावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि॥'

અર્થાત્‌ 'જાત-જાતના શબ્દો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થશે, સમાધિમાં સ્થિર થશે ત્યારે તું યોગને પામીશ.' (ગીતા ૨/૫૩)

બુદ્ધિને નિશ્ચળ અને અચળ કહેતાં સ્થિર કરવાની આ વાત છે. વ્યવહાર હોય કે અધ્યાત્મ, બૌદ્ધિક સમતુલન વગર ન ચાલે. બૌદ્ધિક સ્થિરતા એટલે વિચારોની સ્થિરતા. નિર્ણયો તથા નિશ્ચયોની સ્થિરતા. ઇચ્છાઓ અને સંકલ્પોની સ્થિરતા. સ્થિત-પ્રજ્ઞતા. સ્થિતપ્રજ્ઞતા બૌદ્ધિક સ્વાસ્થ્યની કસોટી છે.

મારા મતે....

અહીં, વાત સાવ સામાન્ય છે - જણાય છે. પરંતુ, આ પ્રકારનો અભ્યાસ - કઠીન અભ્યાસ - કર્યા પછી જે સંતુલન પ્રાપ્ત થાય છે; તે દુઃખ હરનારું હોય છે. અહીં યોગ કે ધ્યાન શબ્દ જોઈને અમુક લોકોને નજર સામે 'સાધુ જેવું જીવન' એવો ભાવ આવી જાય છે. પણ, વાસ્તવિક જીવન અને પરિસ્થિમાં આવી સંતુલન ની સ્થિતિને પામવાની વાત છે. ગૃહસ્થ જીવનમાં પણ આવી સંતુલિત અવસ્થા હોય છે.

અહીં તર્ક, ભાવના, અને સમજ સાથે વ્યવહારિક ઉપયોગનું સંતુલન ઉભું થવું જરૂરી છે.

ઉદાહરણ તરીકે, હું લખું છું ત્યારે ઉપરોક્ત ચાર આધાર મારા વ્યક્તિત્વમાં સમાનરૂપે સક્ષમ અને કાર્યરત છે એવું કહી ન શકાય.

બીજું ઉદાહરણ, કોઈ વ્યક્તિનો વધ થવો કે શહિદ થવું કે આત્મહત્યા કરવી - એ દરેકમાં ભાવનાત્મક તેમજ બૌદ્ધિક પરિબળની અવસ્થા ખૂબ અલગ હોય છે.

શ્રીમદ ભગવદ્દ ગીતામાં આ સંતુલનની અવસ્થાને સરસ રીતે દર્શાવી છે.

અસ્તુ.


-- કેતન વ્યાસ
#સંતુલન

Gujarati Religious by Ketan Vyas : 111499970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now