પ્રકૃતિનું પણ સંતુલન અલોકિક છે
પ્રતિકૂળ સમયે જ ઇન્દ્રધનુષ થાય છે
મનેખનેતો સાત પગલાંને સાતરંગ આકાશમાં
પછી વહે છે અસંતુલિત ઈચ્છાઓ મનસામાં
સંતુલન નઈ થાય અતૃપ્ત ઈચ્છાઓનું ક્યારેય
માનવ જાતે ફસાયો છે ભૌતિક માયાજાળમાં
જે આહાર વર્તનને વિલાસ સંતુલિત રાખશે
તે આનંદમય વિહાર કરશે ૐ શાંતિ ૐ માં
#સંતુલન