¤ સંતુલન ¤
માણસ અને પક્રૃતિ આ બન્ને વચ્ચેના વ્યવહારનું સંતુલન એટલું બધું બગડી ગયું છે કે જે
સુધારતા યુગો નીકળી જશે, નજીકના ભવિષ્યમાં તો
સુધરવાની કોઈ જ શક્યતા દેખાતી નથી, હાં એ
સુધારવાનો દેખાડો જરૂર દેખાય છે,
જેમકે પર્યાવરણ સુધારતાં લીલાછમ વ્રૃક્ષો કાપીને
સડકો બનાવવી તેમજ બીજા મોટા સ્મારકો બનાવવા
અને પછી વ્રૃક્ષો વાવવાના અને ઉગાડવાનાં સલાહ સૂચનો તેમજ મોટા મોટા કાર્યક્રમો આપવાના, સાથે
એના લાભાલાભ ગણાવવાના કે વ્રૃક્ષો પર્યાવરણ શુદ્ધ કરે છે, સ્કૂલોમાં એનું શિક્ષણ આપવાનું વિગેરે કાંઈ
કેટલુંય કરવાનું,
એ સિવાય બીજી પણ ઘણી બાબતો છે કે જે
માણસ અને પક્રૃતિ વચ્ચેનું સંતુલન બગાડે છે, તેમ છતાં ચતુર માનવી પોતાના દોષનો ટોપલો ઘણી સિફતથી ભગવાન શીરે ધરીને બે હાથ જોડીને નમ્ર
બની ભગવદ્ ક્રૃપાની માંગણી કરે છે,,,!!
¤ જગદીશ ગજ્જર ¤
#સંતુલન