**હરામજાદી દુનિયા**
શુદ્ધ અને સરળ જીવન જીવિલે ખોટી વટની વાતોને હવે એકબાજુ મુકીદે,
દીધું બહુ માન અને સન્માન હવે તે છોડી દે
ખુદને તું એવો મજબૂત બનાવી લે કે કોઈ તારી જેવું બનવા માંગે,
ત્યજી દે હવે ખોટી પારકી પંચાયતોને પોતાના માટે
,
દુનિયાથી તારે શુ લેવા કે દેવા તારા કામથી કામ રાખ,
હશે પોતાનામાં કંઇક તો આવશે જ તારી પાસે દોડતા દોડતા,
પોતાની રીતે તે પોતાને વખાણવાનું રેવાદે.
મુકીદે ચિંતા આ દુનિયાની નથી કોઈ તારું બસ પોતાના કામમાં ધ્યાન આપ,
આડા આવતા અનેક વિગ્ન મટાડવાની હિંમત બસ રાખ
ઝંઝટ વગરની જિંદગી પોતાના માટે જીવતા શીખીલે
સમય બધાના માટે સરખો જ છે તું શું કરવા બીજા માટે પછી તેને બગાડે છે,
બહુ જાજૂ બધું ના વિચારિસ કોઈના પણ વિશે,પોતાની મોજમાં રહેતા શીખીલે,
નહિ આવે કોઈ તારો હાથ પકડવા તો શાને મનમાં બીજાના માટે મુંજાય છે.
જે પણ કરવાનું છે બસ તારે જ કરવાનું છે એટલે મનથી હવે મક્કમ થઈ જાજે
કોઈ કાય પણ કહે બસ તેની સામે સ્મિત આપ અને મૌન રહેતા શીખી લેજે,
બધાને પોતાની રીતે ના જોઇશ તારી જેવું આ દુનિયામાં કોઈ જ નથી,બસ તું આનંદ લે,
જે પણ કર બસ તેમાં પોતાનો આનંદ શોધી લે બીજાની પરવાહ તું છોડી દે.
આડી આવનારી આ દુનિયામાં કોઈ પણ આપણું નથી તે ખોટા ડરને મુકીદે
પોતાની કમજોરી તું કદી કોઈને પણ ના કહીશ તે તને છેવટે નડવાની,
ઔકાત ઉપર આવીને ઉભેલી આ સાલી હરામજાદી દુનિયા......….
પ્રતીક ડાંગોદરા