મારા 32 વર્ષ ના અનુભવ નો નિચોડ કરું તો મને માનવજાત ના અસ્તિત્વ ની અમુક વાતો સમજાય છે.
દુઃખ વગર સુખ ની આશા રાખવી વ્યર્થ છે. અને બીજા ને દુઃખ આપી ને પોતાના સુખ ના સ્વપ્ન જોવા વ્યર્થ છે. તમને કદાચ ક્ષણિક સુખ મળી પણ જાય પણ અંતે તો દુઃખ નો પહાડ આપી ને જ જશે. આ દુનિયામાં ઘણા બધા ભગવાન છે પણ બધા જ ભગવાન નો ઉદેશ્ય તો એક જ છે, ધર્મ એક જ છે માનવતા નો ધર્મ
ભગવાન ને માનવા કે પૂજવા માં કાઈ ખોટું નથી પણ એમના પ્રત્યે ની શ્રદ્ધા જ વધુ મહત્વની છે. અને ભગવાનને પણ વધુ ગમશે જો તમે ક્યારેક ધાર્મિક સ્થાન ના બદલે જરૂરિયાતમંદ વ્યક્તિ ની સહાય કરશો તો..
અને જરૂરિયાતમંદ વ્યક્તિ ને શોધવા જાવા કરતા તમારી આસપાસ જ નઝર કરજો. તમારા કુટુંબ મા કે સ્નેહીજનો માં જ કોઈક મળી જાશે.
આ દુનિયા માં એક એવો પણ વર્ગ છે જે ભગવાન માં નથી માનતો પણ એના માં પણ પોતાના પ્રત્યેની શ્રદ્ધા તો છે જ. અને આપણે બધા જે માટી માંથી બન્યા છીએ એ તો સમાન જ છે. આને ધાર્મિક વ્યક્તિ એમ સમજી શકે કે આપણા બધા માં ભગવાન નો અંશ તો છે જ. અને તેથી જ બીજા ની મદદ કરવી એ આપણી પોતાની મદદ કર્યા બરાબર છે. તો પોતાનાં સ્વાર્થ ખાતર પણ બીજા ની મદદ કરતા ચુકતા નહીં.
મારા જીવનમાં પાછું વળી ને જોવું તો ઘણા બધા સારા ખરાબ અનુભવ નો ખજાનો ભર્યો છે મેં. અને જીવન એ જ તો છે. ખરાબ પ્રસંગો
ને ભૂલી જવા ની શક્તિ બધામાં છે અને એ ભૂલી ને જ તમે આગળ વધી શકો. અને સારા પ્રસંગો ને યાદ કરી ને આ જ જન્મ માં સ્વર્ગ નું સુખ માણી શકો છો.
કોઈ પણ સારી વ્યક્તિ કે સમાજ કે સંસ્થા કે ગામ કે દેશ તરફ નજર કરું છું તો મને ત્યાં ના વ્યક્તિઓના સારા અને ખરાબ કર્મ ઓળખી મેં સારા કર્મ કરવાના પ્રયત્નો જ દેખાય છે. અને આ દુનિયા ને સ્વર્ગ બનાવવા માટે બસ મારી એક જ પ્રાર્થના છે કે બધા ને સારા અને ખરાબ કર્મ ઓળખીને સારા કર્મ કરવાની શક્તિ મળે.