#પરિવાર #family
-_-_-_-_-_-_-_-_-
અદ્રશ્ય દોરે બંધાય એ પરિવાર,
અતૂટ સાથ નિભાવે એ પરિવાર.
હોય ભલે સોમ મંગળ કે બુધવાર,
હોય હંમેશા સંગાથ નો તહેવાર.
દુઃખ પણ જ્યાંથી ભાગે વારમ વાર,
સાથે હંમેશા હોયછે આખું પરિવાર.
કહેવતમાં દુનિયાનો છેડો ઘર કહેવાય,
કારણ કે ત્યાં જ હોય આખું પરિવાર.
બંગલો હોય કે હોય નાની ઝૂંપડી,
ના રહે જીવન જો સાથે ના હોય પરિવાર.
ભાઈ બહેનનો જ્યાં થતો કલરવ હોય,
મા ની મમતા પિતાની મીઠી વઢ હોય.
પત્ની નો વરસતો પ્રેમ અનરાધાર હોય,
બોલવાની જ્યાં હરકોઈને છૂટ હોય.
પરિવાર માં જે વ્યક્તિ સૌથી નાનું હોય,
મજાક સૌથી વધુ એનીજ થતી હોય.
એકને રિસાવવાની અજીબ આદત હોય,
અને ઘર આખું મળીને એને મનાવતું હોય.
એકનો ગુસ્સો આસમાન ને અડતો હોય,
ઠારવામાં આખું પરિવાર એની સાથે હોય.
ના કોઈ બંધન હોય ના કોઈ નિયમ હોય,
તોય નિયમ એકમાત્ર અતૂટ બંધનનો હોય.
હરેકના દિલ મળી બનતું જ્યાં પરિવાર હોય,
સ્વર્ગ થી પણ સારો એ અનેરો અહેસાસ હોય.
અંધકાર મા ચિરાગ પરિવાર હોય,
પરિવાર વિના સુનું આખુંય સંસાર હોય.
✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કચ્છ)