90ના દાયકામાં જે જમાનો અને જે સ્ટારડમ આ ગુજરાતી સુપરસ્ટારે જોયું એવું ભાગ્યે જ કોઈએ જોયું હશે. એ સમયનું ભાગ્યે જ કોઈ ગુજરાતી કુટુંબ એવું હશે જેણે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' સિનેમાઘરમાં ન નિહાળી હોય.
લેટ નાઈન્ટિઝમાં બોલિવૂડમાં શાહરુખ બરાબર ઉગ્યો હતો અને આ તરફ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિતેન કુમારનો પણ ઉદય ચરમસીમાએ હતો. 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા' ફિલ્મે કમાણી અને ટિકિટ વેચાણના જે વિક્રમો સર્જયા એ આજે પણ ઓલમોસ્ટ અનબિટન અને આજે પણ એમના ચહેરા પર તરવરતી તાજગીની જેમ અડીખમ છે.
આમ છતાં સાવ ડાઉન ટુ અર્થ. મળો ત્યારે એ તમને એમના સ્ટારડમનો ભાર સહેજ પણ વર્તાવા ન દે. સંવેદનશીલ માણસ. ઈન્ડસ્ટ્રીના માણસ હોવા છતાં પોતાના દિલને ખટકી હોય એવી બે વાતો કહેવામાં એમને સરકારની આંખની શરમ ન નડે એ એમનો સૌથી મોટો ગુણ.
એના માટે આ વડીલ મિત્રને સેલ્યૂટ સાથે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. હેપ્પી બર્થ ડે હિતેન કુમાર