જુવાન વય સત્તરની.....
ચાડી ખાય સત્તરની, ઉફાન મારતા અંગ.
કમખાં એના કાયમી, તણાય રહેતા તંગ.
ગાલ દીસે ગુલાબના, ઘરે રતુંબડો રંગ.
શરમ ઘૂંટી સ્મિતમાં,આંખે ભર્યા ઉમંગ.
કેશ કમરને કહી ને, મળે જઈ મૃદંગ.
વાત દબાવે દાત ને, સખીનો ચાહે સંગ.
ભ્રકુટી તણાં ભારથી, આંખો બને અઢંગ.
પોરહ છૂટતા પાંપણથી,પીધી જાણે ભંગ.
સમણાં રૂપાળા આવતા, છેડાય જબરા જંગ.
જુવાન કૂળ જાદવા, પડાવી જાય પલંગ.
હોંઠ મયના મટકા, ને નાભી નમણું નંગ.
કાન કાયમ સાબદા, ને વેણમાં આવે વ્યઁગ.
દેવ વય સત્તરની, સંઘરાય નહીં સુરંગ.
યૌવન બનીને ઉડતી, જેમ પાંખાળો તુરંગ.