જીંદગી સિતાફળ જેવી છે,
હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે
વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.
બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો નથી.
લાગણીનુ તો છે ઘાસ જેવુ,
ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ..
વળાંક આવે તો વળવું પડે
એને રસ્તો બદલ્યો ના કહેવાય..
મુઠ્ઠીભર નું હૈયુ
ને ખોબાભરનું પેટ,
મુદ્દા તો બેજ
તોય કેટકેટલી વેઠ..!!
કોઈકે પૂછ્યું,
"તમે આટલા બધા ખુશ
કેવી રીતે રહી શકો છો?"
મેં કહ્યું
કેટલાક નું સાંભળી લઉ છું
કેટલાક ને સંભાળી લઉ છું
કડવું બોલનાર નું"મધ"વેચાતું નથી
ને..
મીઠું બોલનાર ના "મરચાં" વેચાઈ જાય છે..
શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ
અને
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.
જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને,
ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને
પ્રભુને મળવા ગયો, ને
રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો,
પરિવાર ને પામવા ગયો ત્યાં
ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો.
જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો,
અને ઉમર યાદ આવી ત્યારે,
હું જીવન ભૂલી ગયો..
*
*ખબર છે કે મારૂં કશું પણ નથી*
*છતાં છોડવાનું ગજું પણ નથી......