Gujarati Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(એક વિચાર)

કોઇ કાર્ય ખાલી કરવા માટે કરવુ કે પછી મન થી કરવુ આ બંને માં ફર્ક છે એજ રીતે ભગવાન માં શ્રધ્ધા હોવી અને ભગવાન માં અતુટ શ્રધ્ધા હોવી આ બંને માં પણ ઘણો ફર્ક છે.

શ્રધ્ધા નો સૌથી મોટો મિત્ર એટલે સમર્પણ અને સૌથી મોટો દુશ્મન એટલે સંકોચ.

દ્રોપદી ને શ્રીકૃષ્ણ માં પહેલે થી જ અતુટ શ્રધ્ધા હતી. જ્યારે દ્રોપદી નુ ચિરહરણ થયુ ત્યારે પણ તેને અતુટ શ્રધ્ધા થી જ વિચાર્યું કે શ્રીકૃષ્ણ આવશે અને મને બચાવશે. જયારે ચિર ખેંચાવા લાગ્યા ત્યારે તેને એક હાથે લાજ ઢાંકી અને બીજો હાથ ઉપર કરી શ્રીકૃષ્ણ ને યાદ કર્યા પણ શ્રીકૃષ્ણ ના આવ્યા. તેને શ્રીકૃષ્ણ નુ નામ સતત ચાલુ રાખ્યુ છતાંપણ તે ના આવ્યા. તેને થોડો ગુસ્સો પણ આવ્યો પછી તેને પોતાના બંને હાથ ઉપર કરી ને શ્રીકૃષ્ણ ને યાદ કર્યા ત્યાંજ તે પ્રગટ થયા. આ જે બીજા હાથે પોતાની લાજ ઢાંકવા નો તેનો વિચાર હતો ને તે સંકોચ હતો.

"માંગુ તો છુ પણ કદાચ નહી મળે તો ?" બસ આ સંકોચ સાથે જ દરેક જીવ ભટક્યા કરે છે. શ્રધ્ધા નો કોઇ સોર્ટકટ નથી હોતો બસ મન ને વળગી રેહવા નો આદેશ આપવા ની જરુર હોય છે અને કદાચ સંકોચ નહી કરુ એવો વિચાર આવી પણ જાય પણ ત્યારે આપણુ મન આપણા કહ્ય‍ા માં નથી હોતુ.

આ બધી મન ની જ તો મગજમારી છે. જો એને સમજી જાવ ને તો સમજો બની ગયા જ્ઞાની અને મળી ગયો ભગવાન.

Gujarati Thought by Jimmy Jani : 111488195
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now