શમણાંના ભાર
ભાર શમણાંના હવે તો વેઠવાના કામ છે,
હાર હૈયાના હવે તો ઠેલવાના કામ છે.
ગાલને તો વ્હાલ આપી હેતથી હરખાય જે,
ભીંજવાતા આંસુઓ તો ઠારવાના ડામ છે.
ધ્રૂજતા બે હાથ મારા કંપનો ફેલાવતા,
ડાઘ દર્પણનાં હવે તો ભુંસવાના આમ છે.
ગીત મારું કંઠમાંથી કેમ એ પોકારવું,
સુર મારા તાલ વીના જાંજવાના જામ છે.
મોરલાના પંખ જાણી ડાયરીમાં રાખતા,
કોતરેલા હેત જાણે ભૂલવાના નામ છે.
@ મેહૂલ ઓઝા