Quotes by રવિના મોરાસિયા in Bitesapp read free

રવિના મોરાસિયા

રવિના મોરાસિયા

@ravinamorasiyagmail.com182034


ભાઈ-બેનની જોડી

આભે શોભે તારલાની જોડી,
એવી રૂડી ને રૂપાળી અમ ભાઈ-બેનની જોડી.

મેં તો વાત વાતમાં લીધા રિસામણા,
મારા ભાઈએ ઘડીભરમાં કર્યા મનામણા.

એની વાતો કરતા હોઠે સ્મિત આવી જાય છે.
આંખોના પાણી તો અમથા અમથા વહી જાય છે.

ખુશી મને મળે ને હૈયા એના હરખાય,
દુઃખ એને પડે ને આંખો મારી ભીંજાય.
આભે શોભે...
મારો ભઈલો દૂર શેરમાં જઈ વસેલો,
શશી સંગાથ મેં પ્રેમ સંદેશ મોકલેલો.

દિવસ-રાત યાદ કરું છું.
ફોન નથી કર્યા ની ફરિયાદ કરું છું.

મીઠુડો ઝઘડો ને અટકી ગયા એના વેણ,
વાત કરતા કરતા છલકી ગયા બંને તરફ નેણ.
આભે શોભે...

-રવિના મોરાસિયા

Read More

ભાઇની Gf

નાની બેન પર આટલો અન્યાય કેમ
ભાઇ Gf માટે ભૂલી ગયો બેનનો પ્રેમ.

ભાઇ પાસે નથી સમય મારે માટે,
આખો દિવસ હોય છે Gf ના Call ની વાટે.

Gf નો બર્થડે વિશ કરે
12 વાગ્યાના કાંટે,
મારો બર્થડે યાદ પણ નથી
જાણે હું તો મળી ધોબી ના ઘાટે.

નાની બેન પર આટલો અન્યાય કેમ
ભાઇ Gf માટે ભૂલી ગયો બેનનો પ્રેમ.

મનની વાત કરવા બીજું
કોઈ નથી તારા વિના,
આંસુઓ છુપાવી લીધા
છતાં પાંપણ આ ભીના.

દિલમાં છે એક નાનકડી આશ,
ભઇલા હંમેશા રેજે મારી આસપાસ.

નાની બેન પર આટલો અન્યાય કેમ
ભાઇ Gf માટે ભૂલી ગયો બેનનો પ્રેમ.

-- રવિના મોરાસિયા

Read More

જેમના ચરણોમાં મસ્તક 🙇‍♀️ઝૂકે ને થાય બ્રહ્માંડના🪐💫 દર્શન,
એવા મારા બધાં શિક્ષકોને કોટી કોટી વંદન.🙏


શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ 🎉🎉

Read More