ભ્રમ
કોઈ ફૂલ થવું ગમશે મને પણ
નકલી ગુલાબ થઈ ભ્રમિત કરવું નહિ....
વાચાળ રહેવું ચાલશે મને પણ
મૌન થઈ ઠગ બનવું પોસાશે નહિ.....
અત્તર થવું ગમશે મને પણ
આભાસી સુગંધ થવું ગમશે નહિ...
સત્ય સ્વીકારી લડવું ગમશે પણ
ખોટા ને માન આપી જીવવું એ જામશે નહિ.....
મારામાં જ ખોવાઈ જવું ગમશે મને પણ
એથી વધુ અપેક્ષા રાખવી પરવડશે નહિ....
જીવંત તરું થઈ કામમાં આવવું ગમશે મને પણ
આશાવાદી થઈ બોજરૂપ બનવું ગમશે નહિ....
અબોલા સાથે પણ મિત્રતા નિભાવવી ગમશે પણ
ભ્રમમાં રાખી સંબંધ સીંચવા એ ગમશે નહિ....