જામ રાજાને લાખો નામક દીકરો,
જે લાડવાયો રાજકુંવર,
કહ્યા રાણીએ દેશવટો કીધો લાખે,
જાણે કછડુ સૂકું માશણ,
અંશ માત્રય ત્યાં ટીપું ન ટપકતું,
ન મેઘના નામો-નિશાન,
શુ કરે હવે આ ધરતી કેરો તાત,
કુદરતની આ કેવી મોજાલ,
જાણ જ્યારે આ લાખાના કાને પડી,
દોડ્યો લાખો કછડા તણો,
ગાજ વીજ સાથે મેઘરાજે કરી મહેર,
જ્યારે પગલા પડ્યા પ્રદેશ,
આવ્યો લાખો એ દી' હતો અષાઢી એકમ,
બીજે દી' માનાવી કચ્છી બીજ,
હાલ્યા હળ એ દિવસે પૂજા પાઠ કરી,
આવી છે લોક માન્યતા સહી.