ઝાડથી છૂટું પડીને પાંદડું હરખાય છે,
હાશ ! છૂટયા ભીડથી, મન માં એ મલકાય છે.
વાયુ સાથે વહેતું વહેતું આમ તેમ લહેરાય છે,
શું ગજબ આ સૃષ્ટિ છે!
એને મનમાં થાય છે,
મન ફાવે તેમ ઝાડ પર આમ ક્યાં રખડાય છે!
ત્યાં તો બસ જ્યારે ને ત્યારે બીજાઓ અથડાય છે,
અહીં તો વાયુ સાથે બધે ઉડીને જવાય છે,
ને ઝરણની સાથે ખળખળ ગીતો ગવાય છે.
પાણી સાથે ઉછળતાં ને કૂદતાં મલકાય છે,
પણ સુખ ક્ષણભંગૂર છે આ એને ક્યાં સમજાય છે.
ઝરણમાંથી વહેતું જ્યારે કિનારે પહોંચી જાય છે,
જાનવરોનાં ખર નીચે એ ખૂબ રગદોડાય છે.
પીડાથી કરાહતું એ હવે પસ્તાય છે,
ઝાડથી જોડાયેલા હોવાનું મૂલ્ય હવે સમજાય છે.