#પિતા .....#fathersday
જુવાનીમાં પુરુષ ગમે એટલા મોજ શોખ કરે,પણ લગ્ન પછી એના શોખ ઘરની જવાબદારીમાં પરિવર્તિત થઇ જાય છે.પત્ની સ્વભાવે અને સતુષ્ટિમાં સારી હોય તો પુરુષના માથે વધુ બોજ નથી હોતો,પણ જો પત્ની ઘર ખર્ચમાં હાથ છુટ્ટી હોય તો પુરુષની આખી જિંદગી મહેનત કરવામાં જતી રહે પણ પત્નીની ઈચ્છા પુરી ન થાય.
પુરુષ ભલે બળવાન ગણાતો હોય પણ જો સ્વભાવે શાંત હોય તો અંદરો અંદર ઘૂંટી મરતો હોય,પણ એની આ ભીતરની પીડા ત્યારે શાંત થાય જયારે એ પિતા બને.
પિતા બનવાની ઘેલછામાં એ પોતાનું દુઃખ હોય તો પણ ત્યાગી દે છે,કારણ કે એ હવે એક બાગ નો માળી થવાનો હોય છે જ્યાં કોઈ ફુલ ખીલવાનું છે.માળીને સુગંધ ત્યારે જ મળે જયારે એ ફૂલનું પોતાના જીવથી પણ વધુ જતન કરે.
માઁની મમતાનો કોઈ મોલ નથી એ વાત સાચ્ચી છે,પણ પિતા એક એવી છત્ર છાયા છે જેની નિચ્ચે રહીને આખો પરિવાર સુખની છાયા પ્રાપ્ત કરે છે,પિતા માટે દીકરી દીકરા બંને સરખા પણ જો ચિંતા અને ભવિષ્યની વાત આવે તો પિતા સૌથી પહેલા દીકરીનું વિચારશે,કારણ કે દીકરી એ કોમળ ફુલ છે જેને પ્રેમ ભાવથી સ્પર્શવામાં ન આવે તો એ ખરી જાય છે. પિતાની ચિંતા દીકરીને અને દીકરીની ચિંતા પિતાને કાયમથી રહી છે,કારણ કે સમાનતા વાળું એક સરખું કઈ પણ હોય એક સાથે કદી નથી ટકતું પણ બન્ને એક બીજાથી ભિન્ન હોય તો બંને વચ્ચે અતૂટ સંબંધ બની જાય છે એટલે સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી વધુ સોહામણી લાગે છે ભલે પછી એ સંબંધ ગમે તે હોય.
બાપને દીકરીના જન્મથી લઈને લગ્નના લાયક ન થાય ત્યાં સુધી બસ પ્રેમ પ્રેમ પ્રેમ જ હોય છે,પણ જેવી દીકરી લગ્નને લાયક થઇ જાય એટલે એ બાપની આંખોમાં એની ચિંતાના ભાવ ઉપજવા લાગે છે,કારણ કે બાપ માટે દીકરી આજે પણ એક કોમળ ફુલ જ છે ભલે એ દીકરીની ઉંમરમાં ગમે એટલી મોટી થઇ હોય પણ "બાપના હૃદયમાં હાશકારો ત્યાં સુધી ન થાય જ્યાં સુધી એ દીકરીને સાસરીમાં હસ્તી ન ભાળે."
માણસ કોઈ પણ સંબંધમાં ફાવે એમ રહી શકે પણ માઁ બાપના સંબંધમાં ફાવે એમ ન રહી શકે,કારણ કે એ જન્મદાતા કહેવાય છે જો એ ફાવે એમ રહે તો તેમનું રોપેલું ફુલ ખીલતા પહેલા જ કરમાય જાય એટલે માઁ બાપના સંબંધમાં બંધન હોય છે,નિયમ હોય છે,એને તોડી ન શકાય જો તોડવા જાય તો આખો બાગ વિખેરાય જાય.
"પેલું નથી કહેતા કે જેવું વાવો એવું પામો"
"બાવળ વાવો તો કાંટા મળશે આંબો વાવો તો કેરી મળશે"
બસ આવું જ કૈક માઁ બાપના જીવનમાં હોય છે,દીકરી દીકરા પાસેથી સુખ જોઈતું હોય તો એમને એવો માહોલ આપવો પડે જેથી એ ભટકે તો પણ પાછા આવી જાય.
એટલે કહેવાય છે કે માઁ બાપની તુલનામાં તો ભગવાન પણ પાછો પડે.
"મારા પપ્પા એમની ઉંમરના છેલ્લા પડાવમાં આજે પણ અમને સાચવે છે"
😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Dp,"પ્રતીક"