ઓ વતન, મારા વતન..
જ્યાં સુધી રક્ત નસ નસમા વહે, કરીશું અમે તારું જતન.
ન માનીશુ હાર, અમે ઉઠાવીશું કર,
તારા માટે કરીશું હર કિલ્લાઓ સર,
છે અમારા દેહમાં તારા નામે અગન,
ઓ વતન...મારા વતન...
જ્યાં સુધી રક્ત નસ નસમા વહે, કરીશું અમે તારું જતન.
જે દેખાડશે આંખ એને ફોડીશું
જે ઉઠશે કોઈ હાથ એને કાપીશું
છે રાખ્યું અમે મનમાં એ જગન
ઓ વતન...મારા વતન...
જ્યાં સુધી રક્ત નસ નસમા વહે, કરીશું અમે તારું જતન.
કરી જઈશું અમે ખુદને કુરબાન
બની રહીશું અમે હર પ્રણે દરવાન
છીએ અમે 'માઁ ભારતી' નામે મગન
ઓ વતન...મારા વતન...
જ્યાં સુધી રક્ત નસ નસમા વહે, કરીશું અમે તારું જતન.