ચાલો આજ આપણે સમય ને પાછળ લઈ જઈએ. જરા યાદ કરો અને વિચારો આપણે જીવન માં ડિપ્રેશન શબ્દ પહેલીવાર ક્યારે સાંભળ્યો હતો? યાદ પણ નહીં હોય, પણ આજકાલ ના સમય મા રોજ સાંભળવા મળે છે.
પહેલા સાચા મિત્રો, સંબંધીઓ વધુ હતા. ફેસબુક ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર પણ આટલા બધા ના હતા. ટિક ટોક કે સ્નેપ ચેટ પણ ન હતા. યુટ્યુબ, નેટફલિક્સ કે અમેઝોન પ્રાઈમ પણ ના હતા.
મનોરંજન માધ્યમો મર્યાદિત હોવા છતાં આપણે સૌ ખુશ રહેતા હતા. આજે મનોરંજન ના માધ્યમો ખૂબ વધી ગયા. દુનિયા આખી આંગળી ના ટેરવા માં આવી ગઈ છે, પણ સુખ કેટલું વધુ?
આમ જોઈ તો સુખ વધવાની બદલે, બધાય વચ્ચે નું અંતર વધી ગયું. અંદર રહેલા મિત્રો અને સ્નેહીજનો કરતા, બાહ્ય મિત્રો અને ધંધાર્થી સ્વજનો ને વધુ સમય અને માન આપતા ગયા.
ડિજિટલ ગેજેટ્સ, મોબાઈલ, કોમ્પુટર ઇન્ટરનેટ આ બધું ખોટું તો નથીજ, પણ આપણે ધીરે ધીરે કરતા એનેજ જીવન બનાવતા ગયા. અને એકચ્યૂલ દુનિયા કરતા વર્ચ્યુઅલ દુનિયા માં વધુ જીવતા થઈ ગયા. પરિણામે સૌ સાથે બંધાયેલા આપણે આઝાદ થઈ ગયા. આપણે સૌને ખ્યાલ જ છે કે દોરા સાથે જોડાયેલો પતંગ આકાશ આખા ની સફર કરે છે, પણ જેવો એ પતંગ દોરાથી આઝાદ થાય છે એના પછી એની શું દશા હોય છે આપણે જાણીએ છીએ.
બહુ લાંબુ નાં ખેંચતા કેવાનો ભાવાર્થ એટલોજ મિત્રો કે હજી પણ સમય છે, સગા અને મિત્રો સાથે રહી, દીલની મૈત્રી બાંધી અને હળી મળીને રહીએ. સતાવતા પ્રશ્નો શેર કરીએ અને એનું નિરાકરણ લાવીએ. ડીપ્રેશન અને ડિપ્રેશન જેવા બીજા માનસિક રોગ થી બચીએ.