હું ને મારા હસબન્ડ એક હોટેલમાં જમવા ગયાતા
ત્યાં હોટેલની બહાર એક ફુગ્ગા વેચતો આઠવર્ષનો છોકરો અમારી પાસે આવ્યો
બહેન ફુગ્ગો લઈલોને બહુ ભૂખ લાગી છે,મેં કીધું મારે ત્યાં કોઈ નાનું નથી હું આફુગ્ગાનું શુ કરું!,ને અમે
હોટેલમાં અંદર જમવા જતા રહ્યા,
મારા પતિએ જમવાનો ઓડર આપ્યો જમવાનું આવ્યું પણ
બધી વસ્તુ બે બે મંગાવી મેં કીધું કેમ?આપણે આટલું બધું
થોડું ખાઈશું?એમણે કીધું બીજું પાર્સલ છે.અમે જમીને બહાર આવ્યા પેલો છોકરો હજી ત્યાંજ હતો,મેં પેલું જમવાનું પાર્સલ પેલા છોકરાના હાથમાં આપ્યું,
એણે કહ્યું બહેન ફુગ્ગાલેતા જાવ મેં કહયું નથી જોઈતા તું જમીલે,ને છોકરો કહે બહેન હું એકલો નહીં ખાવું મારી નાની બહેન ને માં પણ ફુગ્ગા વેચે છે,છોકરો દોડતો સામેના ફૂટપાથ પર ગયો જ્યાં એની માં ને બહેન હતા ને એને બુમપાડી માં!!આજનું ખાવાનું મળી ગયું,એ બંને ભાઈબહેન પાર્સલ ખોલી હસતા હસતા ખાવા લાગ્યા ,પણ મને અંદરથી દુઃખ થયું એ બાળક માટે કે જવાબદારી ઉપાડવા માટે એના ખભા હજુ નાના છે,પણ મજબૂરી ને ગરીબીએ એને મોટા કરી દીધા..
નયના પટેલ..નૈન..