Gujarati Quote in Blog by Kaushal Upadhyay

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવાય છે ને કે આ દુનિયામાં ઉપરવાળાની મરજી વગર પાંદડું પણ નથી હલતું,
ક્યારેક અમુક સમય તમને ખબર ના પડે પણ એ સમય તમારો નહિ પણ બીજા માટે હોય છે,
સાહેબ ભગવાન પર ભરોસો રાખજો, અટકવા નહીં દે!
રાત્રી ના બે વાગ્યા હતા. એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી. પડખા ફરી ફરી ને થાક્યો. ચા પીધી સીગારેટ પીધી.
અગાશી મા ચક્કર મારી. પણ ક્યાંય ચેન ન પડે. આખરે થાકી ને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગ મા થી કાર બહાર કાઢી અને શહેર ની સડકો પર ફરવા નીકળી ગયો. ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું ચાલ થોડી વાર આ મંદિર મા જાવ. ભગવાન પાસે બેસું. પ્રાર્થના કરુ… તો કદાચ મારા મનને થોડી શાંતિ મળે…
એ માણસ મંદિર મા ગયો… જોયું તો ત્યાં એક બીજો માણસ ભગવાન ની મુર્તિ સામે બેઠો હતો, ઊદાસ ચહેરો… આંખો મા કરુણતા… એને જોઈ ને આ માણસ ને દયા આવી… પૂછ્યું “કેમ ભાઈ આટલી મોડી રાત્રે..?”
પેલા એ વાત કરી… “મારી પત્ની હોસ્પિટલ મા છે સવારે જો ઑપરેશન નહીં થાય તો એ નહિ રહે હું મારી પત્નીને ખુબ જ પ્રેમ કરું છું પણ આજે એની જિંદગી બચાવવા માટે લાચાર છું ,મારી પાસે ઓપરેશન ના પૈસા નથી”
આ શ્રીમંત માણસે ખીસ્સામા થી રુપીયા કાઢયા એ ગરીબ માણસ ને આપ્યા… અને પેલા ના ચહેરા પર ચમક આવી…
પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું… “હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે મને ફોન કરજો… એડ્રેસ પણ છે… રુબરુ આવી ને મળજો… સંકોચ ન રાખશો.”
પેલા ગરીબ માણસે કાર્ડ પાછુ આપ્યું… અને કહ્યું “મારી પાસે આ તમારા એડ્રેસ કરતા પણ સારું એડ્રેસ છે… આ એડ્રેસ ની જરૂર નથી ભાઈ”
અચંબો પામી ને શ્રીમંત માણસે કહ્યું..”કોનું એડ્રેસ છે..?”
પેલો ગરીબ માણસ આંખમાં ઝળઝળિયાં સાથે બોલ્યો…
“જેણે રાત ના સાડા ત્રણે તમને અહીં મોકલ્યા એમનું!”

© કૌશલ ઉપાધ્યાય

Gujarati Blog by Kaushal Upadhyay : 111474905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now