કોઈ કબૂતર પોતાના કાબરચિત્રા રંગ થી દુઃખી નથી થતું .કોઈ બકરી કે કૂતરો કે બિલાડી પોતાના કાલા ગોરા કે બીજા રંગ થી દુઃખ નથી અનુભવતું.
પણ માણસ એની પાસે જે નથી ને બીજા પાસે છે એ ખૂબસૂરતી મેળવવા હંમેશા મહેનત કરતો રહે છે.
ખૂબસૂરતી બે પ્રકારની હોઈ છે એક આંતરિક અને એક બાહ્ય .
પણ અફસોસ આ દુનિયા જેટલી બાહ્ય ખૂબસૂરતી માટે જેટલી સજાગ બની છે જો એના કરતાં અડધી પણ આંતરિક ખૂબસૂરતી માટે કરતી હોત. તો આ દુનિયા સાચે જ સ્વર્ગ બની ગઈ હોત.