#નિર્દય
ક્યાંકને ક્યાંક આ માનવી બન્યો છે,નિર્દય નહિતર કુદરત આટલો ક્રૂર ના બને.ક્યાંક છે,વાવાઝોડા નેક્યાંક છે,કોરોના નો કહેર,ક્યાંક છે પુર ,ક્યાંક છે ગરીબી ભૂખમરો,ક્યાંક છે જ્વાલા. માનવી બન્યો છે ક્રૂર ,નિર્દયી. નથી તેના એકલા નુ છે, આ જગત માં વસતા બધા જીવોનું.માનવી માનવી થઈ ને જીવે તો વધુ સારું.જરૂરિયાત મુજબ નું ઉપયોગ કરે.પોતાની જરૂરિયાતો ને સંતોષવા માનવી બીજા જીવો ને હાનિ પહોંચાડે છે.પોતાની જરૂરિયાત ઓછી કરે,બીજા જીવો પ્રત્યે દયા રાખે તો કુદરત પણ નિર્દય નહિ બને.કુદરતે પણ આ જગત માં બધા જીવ કરતા માનવી ને ચડિયાતું આપ્યું છે.પણ કયાં છે આ મનુષ્ય ને સંતોષ.આપણે કુદરત ની સજીવ કડી ને તોડવી ના જોઈએ.દયા અને ક્ષમા એ પ્રભુ નો નિયમ છે,માનવી જ તેને નિર્દય બનવા માટે મજબૂર કરે છે.જીવો અને જીવવા દો. ચાલો આપણે આપણી જરૂરિયાતો ને ઓછી કરી ને જીવીએ.નિર્દયી ના બનીએ