હજી પણ મારા મનમાં અનેક અવનવા પ્રશ્નો થાય,
મુજ ભીતરનાં બાળની જીજ્ઞાસા આમતેમ છલકાય;
અજાણતાં જ મારાથી મોગલીનું ગીત ગણગણાય,
ઉંમરની સીમાઓ અને બંધનો, અરે તે થોડી જોવાય;
ઘણા વર્ષોથી શોધમાં છું હું તેની, જેને ઇશ્વર કહેવાય,
પૂછવું છે મારે તેને કે શું આખું જીવન બાળક રહેવાય??
~ ડૉ. મિલિન્દ તપોધન ~