મન મારૂ બળવો પોકારે
છળેચોક તને લલકારે
પાંપણમા પીસાયેલ આંસુઓ
હૈયે ધરબાયેલ અરમાનો
પીંખી નખાયેલ સપનાઓ
ચૂંથાઈ ગયેલ ધબકારો
બળવાખોર માંહ્યલો મારો
તારી તરફ ધરી આયનો
જો તું તારા અંતરને
પૂછ તારા આતમને
મધદરિયે તું છોડી આવ્યો
એ પ્રણય હતો કે પસ્તાવો
મન મારૂ બળવો પોકારે
છળેચોક તને લલકારે
#બળવાખોર