વર્ષા......
વહેલી સવાર ની ઉગતી પરોઢીયે જાંખી ને જોયું કે બહાર દેડકા ડ્રાઉ ડ્રાઉ કરી રહ્યા હતા અને માટીની ભીની સુંગંધ એ બ્રશ કર્યા વગર મને બહાર જવા મજબુર કર્યો, હું બહાર ગયો ઉંબરા સુધી આવેલું પાણી મારા પગ ના તળીયા પર અડક્યું અને જાણે કે રણપ્રદેશ મા ફરતા ઊંટ ને પાણી મળ્યુ હોય એવો આહલાદક અનુભવ થયો, ઉંબરા પરથી ભીના, ભીંજાયેલા પગ લઈને બહાર નીકળ્યો અને ફળિયામાં પહોચ્યો જ્યાં મને ટીપે ટીપે વરસતો મેહુલો અનુભવાય છે, જ્યારે મેહુલાનું એક એક બુંદ શરીર પર વરસે છે ત્યારે જાણે અમૃત માટે આતુરતાથી રાહ જોયેલા દેવતા ને અમૃત મળે એવો અનુભવ થયો .....
જેવી રીતે વરસાદ ના પહેલા પાણીમાં મોર પૂર્ણ રીતે ખીલીને કળા કરતો હોય એવી રીતે નાચવાનું મન થયું પરંતુ ચરમસીમા એ પહોંચી ગયેલું કોમળ પાત્ર જે રીતે મન પર અંકુશ રાખે તે રીતે અંકુશ મેળવીને ફકત વરસાદ ની મજા માણી........
નોંધ..... કાલ્પનિક.......
નિકુલ હડીયા (હડીયાસાહેબ)
નાની એવી કાલ્પનિક રચના તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જરૂર જણાવજો જેથી કરીને આગળ પ્રયાસ કરી શકું....