Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભણાવી નહીં પણ જાતે ગણવી પડે છે આ ચાર વાતો

માણસના જન્મ પછી ઘણું બધું શીખે છે. સારી આદતો કે ખરાબ આદતો. વ્યક્તિ તેની આસપાસના વાતાવરણ અને લોકોનો વ્યવહારને જોઈને જ શીખે છે. આ ઉપરાંત જીવનની ઘણી ખાસ વાતો તે ગુરુ કે શિક્ષાના માધ્યમથી શીખે છે. કેટલીક આદતો વ્યક્તિના સ્વભાવમાં જ સામેલ થાય છે જેને બદલવાના કોઈ બીજા વ્યક્તિ માટે ઘણું મુશ્કેલ કાર્ય છે.

કેટલીક વાત એવી હોય જે વ્યક્તિના જન્મની સાથે જ સ્વભાવમાં જ હોય છે. આ વાતોને કોઈ પણ નથી શીખવી શકતા. આચાર્ય ચાણક્યે ચાર વાતો બતાવી છે, આ વાતોને કોઈ પણ વ્યક્તિ કોઈને નથી શીખવી શકતા.

આ ચાર વાતો છે વ્યક્તિની દાનશક્તિ, મીઠું બોલવું, ધૈર્ય ધારમ કરવું, સમય પર ઉચિત કે અનુચિત નિર્ણય લેવો.

ચાણક્ય અનુસાર કોઈ પણ વ્યક્તિ કેટલો દાનવીર છે તે તેના સ્વભાવમાં જ રહે છએ. કોઈ પણ માણસની દાનશક્તિને ઓછી કરવી કે વધારવી વધારે જ મુશ્કેલ કાર્ય છે. આ આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે.

બીજી વાત, મીઠું બોલવું. જો કોઈ વ્યક્તિ કડવું બોલનાર છે તો તેને લાખ સમજાવી સો કે ચે મીઠું બોલે પણ તે આપના સ્વભાવ લાંબા સમય સુધી નથી બદલી શકે છે. જે વ્યક્તિ જન્મથી જ કડવું બોલનાર છે તેને કોઈ મીઠું બોલવાનું નથી શીખવી શકાતું. આ આદત પણ વ્યક્તિના જન્મના સાથે જ તેના સ્વભાવમાં સામેલ રહે છે.

ત્રીજી વાત, ધૈર્ય ધારણ કરવું. ધૈર્ય એક એવો ગુણ છે જે વ્યક્તિના દરેક વિષમ પરિસ્થિતિથી બચવામાં સક્ષમ છે. વિપરિત પરિસ્થિતિઓમાં ધૈર્ય ધારણ કરીને જ ખરાબ સમયને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરેક કાર્ય ઉતાવળમાં કરે છે, ઝડપથી નિર્ણય કરી લે છે અને પછી હાનિ ઉઠાવે છે. આવા લોકોને ધૈર્યની શિક્ષા આપવી પણ સમયની બર્બાદી જ છે કારણ કે આ ગુણ પણ વ્યક્તિના જન્મની સાથે જ તેના સ્વભાવમાં રહે છે.

ચોથી વાત છે સમય પર ઉચિત કે અનુચિત નિર્ણય લેવાની ક્ષમતા. કોઈ પણ વ્યક્તિને આ નથી શીખવી શકાતું તે ક્યા સમયે ક્યો નિર્ણય લે. જીવનમાં દરેક પળ અલગ-અલગ પરિસ્થિતિઓ નિર્મિત થાય છે. એવામાં સાચા કે ખોટાનો નિર્ણય વ્યક્તિના પોતાને જ કરવું પડે છે. જે પણ વ્યક્તિ સમય પર ઉચિત અને અનુચિત નિર્ણય સમજી લે છે તે જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ ગુણ પણ વ્યક્તિના જન્મની સાથે જ આવે છે અને સ્વભાવમાં જ હોય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111464948
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now