આ ગણેશમંત્ર બોલી કરશો દરેક કામ, તો થશે મોટો ફાયદો
કોઈપણ કામ કે લક્ષ્ય પ્રાપ્તિમાં કોઈપણ રૂપમાં અડચણોથી મળતી સફળતા યોગ્યતા અને શક્તિ ઉપર પ્રશ્નચિન્હ લગાવી આત્મવિશ્વાસની સાથે બીજાનો ભરોસો પણ ઘટાડે છે. નિષ્ફળતાઓથી બચવા માટે જરૂરી છે કે બાધા બનતી દરેક કમી કે દોષને દૂર કરી આગળ વધવામાં આવે.
સફળતાના રસ્તામાં એવી જ બાધા બુદ્ધિ અને વિવેકની ખોટને માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવા જ માનસિક દોષો અને વિઘ્નોને હરનાર દેવતા શ્રીગણેશ માનવામાં આવે છે. જેની માટે વિનયાકના રૂપમાં પૂજનીય છે.
શ્રીગણેશની ઉપાસનાથી દરેક કામ અને લક્ષ્ય બાધાઓને દૂર કરી પ્રતિષ્ઠા, પ્રગતિ અને વૈભવ સંપન્ન બનવા માટે જ વિનાયકી ચોથ ઘણી જ મંગળકારી ઘડી માનવામાં આવે છે. જેમાં વિશેષ ગણેશ મંત્રનું સ્મરણ દરેક કામમાં સફળતા અને લભ અપાવનારું માનવામાં આવ્યું છે. જાણો આ મંત્ર વિશેષ અને સરળ પૂજા વિધિઃ-
-ચતુર્થી ઉપર પીળા આસન ઉપર બેસી ભગવાન ગણેશની સિંદૂરના ચોલા ચઢાવેલ વિઘ્નહર્તા કે ચિંતાહરણ ગણેશની મૂર્તિ ઉપર સિંદૂર, ચંદન, અક્ષત, દૂર્વા, પીળા ફૂલ, સોપારી, કનેવા કે પીળા વસ્ત્રની સાથે ગોળથી બનેલા મોદક કે લાડુ કે કેળાનો ભોગ લગાવો.
-ધૂપ અને દીવ પ્રજ્વલિત કરી નીચે લખેલ ગણેશ મંત્રનું સ્મરણ દરેક બાધા, સંકટ કે વિપત્તિઓની સાથે રક્ષણ કરવાની કામના કરો....
गणाधिप नमस्तुभ्यं सर्वविघ्रप्रशान्तिद।
उमानन्दप्रद प्राज्ञ त्राहि मां भवसागरात्।।
हरानन्दकर ध्यानज्ञानविज्ञानद प्रभो।
विघ्रराज नमस्तुभ्यं सर्वदैत्येकसूदन।
सर्वप्रीतिद श्रीद सर्वयज्ञैकरक्षक।
सर्वाभीष्टप्रद प्रीत्या नमामि त्वां गणाधिप।।
-પૂજા અને મંત્ર સ્મરણ પછી દીપ અને કર્પૂર આરતી કરી બુદ્ધિદોષ સાથે રક્ષણની દામના કરો, તથા પ્રસાદ ગ્રહણ કરો.
-ગણેશ ભક્તિના વિશેષ દિવસે બુધવારે પણ આ મંત્રનું ધ્યાન ખૂબ જ શુભ ફળ આપે છે.