આ વિચારોને કોણે મનની ભૂમિ પર આવવા દીધા?
એક તો બળવો કરવાની ટેવ....પાછા ખણખોદ બહુ કરે...
શું યોગ્ય ,શું અયોગ્ય એનું વિશ્લેષણ કરે...મનને ભાષણ કરે... આ વિચારો ને ખીલ્લી પર લટકાડો..સરમુખત્યાર બની વિચારો નો વધ કરો...તમે એમના કબજામાં જકડાવ એ પહેલાં એમને કબજે કરો... દુશ્મન દેશના લશ્કર જેમ એમની પૂરવઠા લાઈન કાપી નાખો.. તમારા તાબા માં ડાહ્યા થઈ ને પડ્યા રહેશે વિચારો.