ચાલ મા, શાળાએ ચાલ,શાળાએ ચાલ તુ
ચાલ મા,શાળાએ ચાલ,શાળાએ ચાલ તુ
શક્તિ સઘળી હવે તારી,શબ્દોમાં છલકાવ તુ
સહારો સર્વેનો,એક અડીખમ દિવાલ તુ
સમસ્યાના તમામ મૂળોને હચમચાવ તુ
સુખનો ઉગી ગયો છે સૂરજ
થઇ ગઇ છે લાલ તુ
દુ:ખની શી છે મજાલ
પાટી પર પેન ચલાવ તુ
જીન્સ અને ટી શર્ટમાં ફરે છે આજકાલ તુ
પાલવને બદલે હવે પવનનેજ લહેરાવ તુ
સમાજના સૂરોની વચ્ચે એકમાત્ર તાલ તુ
ડીજેની દોંગાઇને આજે શરમાવ તુ
સૃષ્ટિસૌંદર્યના નયન, હોઠ અને ગાલ તુ
ચહેરા સાથે તારા શિક્ષણને પણ ચમકાવ તુ
ભારતની ગઇકાલ , આજ અને આવતીકાલ તુ
ચાલ મા, શાળાએ ચાલ, શાળાએ ચાલ તુ
મનીષા