ક્યાંક સુખનો છાંયડો,
ક્યાંક દુ:ખનો તાપ;
જાણ્યું જીવન છે કઠીન,
પછી શેનો સંતાપ!!
ગુમાવ્યું એ મળશે નહીં,
કરતાં ઘણો વલોપાત;
કોશિશ કરતા મળશે ઘણું,
એ જ તો છે શ્રમનો પ્રતાપ.
બનાવો મનોબળને માત,
અને આત્મવિશ્વાસને તાત;
કરતાં રહો સંઘર્ષ અથાક,
નહીં રહેશે અડચણોની વિસાત.
ખાવા-દેખાડવાના
હોય અલગ સ્વાર્થીઓને દાંત,
મહાન વ્યક્તિઓ કરતાં નથી,
ક્યારેય શ્રેષ્ઠતાની જાહેરાત.
સુંદર મેઘધનુષ્યમાં હોય
ભિન્ન ભિન્ન રંગો સાત;
એ જ રીતે બનો આકર્ષક,
દુનિયામાં પાડો અલગ ભાત...
- તૃષિકા