એક ચોપડી ને એક ચા ભેરલી પ્યાલી,
ઉત્તમ આથમતી દિશાની રોશની,
અનુકૂળ રેલાતા પવનની લહેરખી,
ને એમાંય ચુસ્કી ભરેલી શાયરી,
શરૂઆતી વાર્તાઓમાં રંગ રેલાવતી,
અંતઃમનમાં ઘર કરતુ એક પાત્ર,
વર્ણવી જાણતું એક લેખકનું ભાથું,
ચ્હાના કપની એ વરાળ,
લઇ જતી ચોપડીના ઊંડાણ મહી,
આસપાસના કિશોરમાંય જાણે,
નિરંતર મૌન વણાય,
ને પત્તાંનાં ફફડાટનો માત્ર,
કિલ્લોલ સરીખો સંભળાય!
ને એમાં ક્યાંક ટંકાર નાદ,
કપ અને રકાબીનો શરમાય!