Gujarati Quote in Blog by Kamlesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રિય પરિજનો,
સૌને જય ભોળાનાથ...

હું આપ સૌ નો ખુબ ખુબ આભારી છું, કે આપ સૌ એક પરિવાર રુપે મને મળ્યા. મારા જીવનની દરેક ક્ષતીને પરિપૂર્ણ કરી. આપ સૌની પ્રિત, મને મળી,સ્નેહ મળ્યો,સાથ સંગાથ મળ્યો.
બેના,બેનબા,જીજી,યોગમાયા,સખી,ભાઇ,વ્હાલા,બંધુ,મિત્રો,દિગ્ગજ લેખકો,કવિઓ,વગેરે ના ના રુપે મને મળ્યા. બધાના જીવનનો નિચોડ રુપી અનુભવ મને મળ્યો,ખુબ જ્ઞાન મળ્યું આપ સૌ પાસેથી,નવું નવું શિખવાનું મળ્યું.
જીવન જીવવાની એક નવી દિશા મળી..
વસુધૈવ કુટુંબકમ્‌ને અપનાવ્યું,જગત કલ્યાણના કાર્યોમાં યોગદાન આપતો થયો...
નહીંતર તો હું અને મારા બાળકો, એમની સારસંભાળ અને મારો ભોળોનાથ બસ આ જ દુનિયા હતી મારી દુનિયા...
આપ સૌની સાથે શરુ થયેલ નવી રાહ પર એક જંકશન એવું આવ્યું જ્યાં હું ષટ્ચક્રથી અવગત થયો,કુંડલીની શક્તિઓ વિશે જાણ્યું.
બસ પછી શું...? ધ્યાનનો તો અભ્યાસ હતો જ, અને એક નવી દીશા મળી તો "દોળવું હતું ને ઢાળ મળ્યો... "
મુલાધાર ચક્ર
સ્વાધિષ્ઠાન ચક્ર
મણિપુર ચક્ર
અનાહત ચક્ર
વિશુદ્ધ ચક્ર
આજ્ઞા ચક્ર
આમ એક પછી એક ચક્રો ખુલતા ગયા...

હવે છેલ્લું અને અંતિમ ચક્ર,સહસ્ત્રારચક્રને સ્થિર જાગ્રત કરી સ્થિર કરવા માટે દેવભૂમી ઉત્તરાંચલ જઇ રહ્યો છું.
ઉત્તરાંચલ...
મારા જીવનમાં આ સ્થાનનો પ્રભાવ કંઇક વિશેષ જ છે.જીવનના બીજા અધ્યાયની શરુઆત અહિંયાથી જ થઇ હતી.
માઁ ગૌરી અને જગત પિતા મહાદેવનો સાક્ષાત્કાર અહિંયા જ થયો.અહિંયાના બરફાચ્છિદ પર્વતોનો ગોદમાં જતાં જ જગતમાતા અને જગતપિતાના ખોળામાં છિયે એવી અકલ્પનીય અને અવર્ણનીય અનુભૂતિ થાય છે. ના કોઇ સેલ્યુલર નેટવર્ક આવે કે ના કોઇ શોરબકોર. માયાવી સંસારથી પરે,કુદરતના સાનિધ્યમાં,માનો કે સમસ્ત બ્રમ્હાંડનું સંચાલન કરનારી દિવ્ય શક્તિ જાણે અહિંયાથી જ પ્રવાહિત થાય છે.
તો બસ હવે આપ સૌ, હું શિઘ્રાતિશિઘ્ર ભોળાનાથની કૃપાથી આ બીજા અધ્યાયના અંત સમું સહસ્ત્રારચક્ર અહિંયા સ્થિર કરવામાં સફળ રહું, અને ત્યાર બાદ એ પ્રપ્ત સિદ્ધિઓને જગત કલ્યાણ અર્થે કામમાં લાવી શકું, અને આપણે સૌ ફરી એકવાર સાથે હોઇયે,એવી પ્રાર્થના કરજો.
અને હાઁ, પાછો આવું ત્યાં લગી આપણા આ પરિવારને સાચવજો. સાજા-નરવાઁ રહેજો,હું પણ છાશવારે મારી હાલચાલ આપ સુધી પહોચાડતો રહીશ...
અને છેલ્લે...
હવે કોઇ કંઇ પ્રશ્ન ના કરશો...
જે પ્રશ્ન હોય એના ઉત્તર હું આવીને આપવા વચનબદ્ધ છું...

જય જીનેન્દ્ર...
જય શ્રી કૃષ્ણ...
જય માતાજી...
જય ભોળાનાથ...
હર... હર... મહાદેવ... હર...

Gujarati Blog by Kamlesh : 111458106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now