ધારો એટલું તો સરળ હોતુ જ નથી...
પ્રેમ ના ગણિત માં શુન્ય હોતુ નથી.
કહો તો સ્વભાવ જ સ્વ નો ભાવ છે..
સ્વધર્મ નો દાખલો ગીતા મા નોખો નથી.
જીવતા રાખ્યા અમે 'અનલહક' કહેનારાઓ ને..
બાકી ના પુરાવા ઈતિહાસ મા સામેલ નથી.
છે ભાગ્ય માં સમન્દર મા જ વિલીન થવાનું..
છતાં પણ નદી નિજ સ્થાન પર પાછી ફરી નથી.
કાવ્ય નો રાખ્યો છે પ્યાલો 'હેમજલ' હવે..
સામ્ભળીયૂ છે પાણી કદી ઉડી જતુ નથી.
'હેમજલ' ..જય વોરા.