ઉંચી પરથારની ઓહરી હોય,
હિરની દોરીથી ભરેલ
ખાટલો ઢાઇળો હોય
ને
મઠિયા કપાહનાં રૂની રજાઇ
પાથરી હોય ને ,, વા'લા
તો
વૈકુઠમાંથી વિઠ્ઠલને ય
વિહામો લેવાનું મન થાય
પણ
અટાણે તો ઓહરી કાઢીને ખોઇલકા કેઇરા છ
ને
ખાટલા કાઢીને સેટી
જ્યાં મે'માન ને ય મુંજારો થાય
ન્યાં વિઠ્ઠલ થોડો ડોકાય
આપનું કાવ કે'વાનું છે ,, વા'લા