વસંતની જેમ તુ'જ આવી જાય છે
પાનખરની જેમ ચાલી જાય છે
મૌસમ હતી કે પ્રણયની રીત આ
સમજમા મારી તું ક્યાં સમજાય છે
આવન કે જાવન થાય કાયમ, પણ-
કાયમ ક્યાં કોઈ નામ રહી જાય છે
ઋતુ સમજી જીવવું'તું મારે તો, કેમ-
પ્રેમનો મોટો અણસાર જણાય છે
જો સમય સાથે વહી જાજે 'પીયૂષ'
ખુદને સાર્થક કરી પણ જીવાય છે
©પીયૂષ કુંડલીયા