વાટ જોતો હતો
સોમ થી શનિ બસ આ રવિવાર ની જ વાટ જોતો હતો
સવાર થી સાંજ બસ આ રવિવાર ની જ વાટ જોતો હતો
શનિવાર ની રાતે મસ્ત મોજ થી સુતા સુતા
હરખાતા હરખાતા રવિવાર ની સવાર પડે એની વાટ જોતો હતો
આખરે એ દિવસ આવીજ ગયો
રવિવાર ની સવાર પડી
ચહેરા પર સ્મિત હતું
આંખો માં અનેરો આનંદ હતો
અને કંઈક નવું અને મજા નું કામ કરવાનો મૂડ હતો
આરામ કરવો તો ક્યાં ક્યારેય રવિવાર ના દિવસ માં ઉદ્દેશ્ય હતો જ
પણ એક જોરદાર ઘર ના કામ નું વાવાજોડું આયુ
એ પણ પુર સાથે
બધીજ આશાઓ અને ઉમિદો વહી ગઈ, તણાઇ ગઈ...!
જોત જોતા માં આકાશ અજવાળા માં થી અંધારા માં ફેરવાઈ ગયું
ક્ષણિક ભર માં તો દિવસ રાત માં બદલાઈ ગઈ
વાટ જોતા જોતા વાટ લાગી ગઈ
ફરીથી એક રોમાંચક સફર ચાલુ થવા જઈ રહ્યો છે
કાલે સોમવાર છે... શનિવાર સુધી નો સફર છે
એ જ આશાઓ છે, એ જ ઉમિદો છે...
અને એ જ હું છું
સવાલ તો ઘડિયાળ માં ચાલતો ટિક ટિક કાંટો અને કેલેન્ડર ની બદલાતી તારીખો નો છે કે
કયા સુધી હવે
અને ક્યારે કરીશ
આજે પણ એ જ જવાબ છે
બસ એક રવિવાર સરખો મળી જવા દે
- લી. હું રાહ જોનાર
#આત્મકથા