Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણાં સમજદાર બન્યા પછી જિંદગીની મજા માણી શકાતી નથી. ક્યારેક મંદબુદ્ધિ બની જવું જરુરી છે. સમજદાર વ્યક્તિ દરેક વાતોનો અર્થ કાઢવા માંડે છે અને દરેકનો પોતાનો અલગ જ અર્થ હોય છે અને પછી શરૂ થાય છે ચર્ચા અને વાદ વિવાદ.
કેટલાંક બુદ્ધિજીવીઓ તો જોકમાં પણ તર્ક લગાવે છે અને હસવાનું ટાળી દે છે. એક મંદબુદ્ધિને ભલે બધી સમજ ન પડતી હોય પણ જેટલી સમજ પડે એટલામાં એ કમ સે કમ ખુશ તો રહે છે!
હું તો મંદબુદ્ધિ જ રહેવા માંગુ છું જ્યારે ઘરમાં કંઈ બાબત બને, કોઈ સાથે ખટપટ થઈ હોય કે પછી કયારેક કંઈક જતું કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય. ઝગડો કરીને વાત વધુ લંબાવવા કરતા તો સારુ છે કે મંદબુદ્ધિ બનીને એને જોયું ન જોયું કરીને જતું કરીએ.

#મંદબુદ્ધિ

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111455525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now