મારી દરેક વાત પર વકીલ બની જાય છે,
શું તારા ગુન્હાઓની તને ઓળખ થાય છે?
તારા સમય અને સંઘર્ષની વાહ વાહ થાય છે,
તો મારા સંજોગો સામે કેમ આંગળી ચિંધાય છે?
આમ તો તમે પ્રકાશના બહું મોટા ચાહક છો ને,
તો મારા ચહેરાની રોનક જોઈ નજર કેમ ફરી જાય છે?
નથી જરુર મારી બુધ્ધિને જરાપણ આ મસ્કાના પહાડની,
છતાંપણ કેમ આ "બટરપોલીશ"ની રમત રમાય છે?
લાગવગ છે કમળની.. એટલે જ તે બચી જાય છે
ભમરાની અડફેડે આવી કેમ "કાષ્ઠ" જ ઘવાઈ જાય છે?
- નિપા જોશી શીલુ