સમય નો સમય છે....
આ સમય ને મેં મારો બનાવી..
તેના મુજબ હું ...ખુદ ને બદલી રહી છું હું..
બધાનું ધ્યાન રાખી...
બધાની ખુશી...મારી ખુશી માની...
હવે મારી જ હરેક ક્ષણ ને સજાવી રહી છું હું..
કોઈ મારી નજીક છે...
કોઈ મને સમજી શકે છે...
ચેહરાની હર રંગત ઓળખી રહી છું હું....
શબ્દો ના આટાપાટા ની આ રમત માં...
શબ્દો ને તોળી તોળી સજાવી રહી છું હું...
કોઈ કોઈ આંગળી મારા પર જ્યારે ઉઠે છે...
કોઈ નજર મને જ્યારે પૂછે છે...
એની અવગણના કરી...
મન ને આયનો બનાવી...
હિસાબ મારા કર્મ નો રાખી રહી છું હું.....
આજ નો દિવસ છેલ્લો દિવસ છે મારો...
છે આ જિંદગી "મારી "
એવું વિચારી ને જીવી રહી છું હું...
ચિંતા ના વાદળ ને હટાવી ચેહરા પરથી...
જવાબદારીનો બોજ થોડો કરી હલકો હલકો...
હવે એકાદ નાનું ગીત ગણગણી લઉં છું હું...
લાગણી ના પુર માં તણાઈ તણાઈ ને...
ખુદને કિનારે લાવી..
નિરાંત નો શ્વાસ લઈ રહી છું હું...
હરેકોઈને "હા" કહી...
હરકોઈનું કામ કરતી ..ખુદને તણાવ માં તાણતી...
"ના" કહી હળવાશ ને માણી રહી છું હું.....
અપેક્ષા છોડી સઘળી..
અશ્રુ લૂછયા મુખ પરથી...
આ આયના ને પણ હવે પસંદ આવી રહી છું હું..
જીવાઈ ગઈ આ જિંદગી સહુ ની ખુશી ખાતર...
ખુદને ઉમંગ ના દરિયે હિલોળાઈ રહી છું ..
મોહ થી લઈ કિનારો...
જગત ને બે હાથ જોડી...
કિશનજી ના ચરણ ને શરણે સરી રહી છું હું....
.